Youth Council report

Feedback On This Page View Page Feedback

  મેમનગર સ્થા. જૈન યુવક મંડળનો અહેવાલ

      યુવક મંડળ એટલે યુવાનોમાં રહેલી યુવા શક્તિનો સમન્વય કરી જૈન શાસનનાં, સમાજનાં સારા કાર્ય કરી લોકોને ઉપયોગી બનતા બનતા પોતે પણ ધર્મની જ્યોતને હંમેશા પ્રકાશમય રાખી સતત સતકાર્ય કરતા રહેવું.

       આવા જ એક મેમનગર સ્થા. જૈન યુવક મંડળની સ્થાપના ૨૦૦૦ની સાલમાં થઇ. મેમનગર સંઘનાં નુતન ઉપાશ્રય સાથે યુવક મંડળે પણ દસ વર્ષ પૂર્ણ કરેલ છે. પ્રથમ પ્રમુખ શ્રી વિપુલભાઈ મણીયારની કારોબારી ટીમ સાથે ચાલુ કરેલ આ યુવક મંડળ સમાજને ઉપયોગી હોય તેવા સત્કાર્યો કરવાનું અને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ ચાલુ કરેલ. તેમના કાર્યને વધુમાં આગળ વધારતા યુવક મંડળના દ્રિતીય પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ હેમાણી તથા કારોબારી ટીમે ફુલસ્કેપ ચોપડાનું રાહતદરે વિતરણ, નિ:શુલ્ક પાઠ્યપુસ્તકનું વિતરણ, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામી મેળાવડો, એક દિવસીય પીકનીક, શૈક્ષણીક ક્ષેત્રે વિદ્યાર્થીઓને રાહત આપવાનું સુંદર કાર્ય તેઓએ ચાલુ કરી યુવક મંડળને પ્રગતિના પંથે લઇ ગયેલ. ત્યારબાદ તૃતીય પ્રમુખ સ્થાને આવેલ શ્રી રાજેશભાઈ લોખંડવાળા તથા કારોબારી સભ્યોએ જુના એક પણ આયોજનને બંધ ણ કરતા તેમાં વધુ ને વધુ વેગ આપવાનું ચાલુ રાખેલ છે. નવા આયોજન સ્વરૂપે ચાતુર્માસના ચાર મહિના સિવાયના દર મહિનાના પ્રથમ રવિવારે દાતાઓના સાથ સહકારથી – નૌકારશી સાથે “સમુહ સામાયિક” સતત ૬ વર્ષથી કરાવી રહ્યા છે. સંઘમાં થતી ધર્મની વધુ આરાધનાથી પ્રેરાઈને તેમની ટીમે નવા આયોજન સ્વરૂપે ચાતુર્માસના ચાર મહિના સિવાય દર માસનાં ત્રીજા રવિવારે પુચ્છીસુણમ જપનું આયોજન ચાલુ કરેલ છે. આયોજનો દ્વારા સંઘમાં મહારાજ, મહાસીજીનો દર્શનનો તેમજ જીવાનવાણીના લાભ મળવાનું ચાલુ થયેલ છે. તેમજ સંઘમાં વધુને વધુ ભાઈ – બહેનો ધર્મની આરાધનામાં જોડતા જાય છે. આ યુવક મંડળ સંઘના દરેક કાર્યમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપે છે. આ દ્વારા સારાય સ્થાનકવાસી સમાજમાં, સાધુ-સંતોમાં, યુવક મંડળે નામના પ્રાપ્ત કરેલ છે. યુવક મંડળની કાર્યક્ષમતા અને નિષ્ઠા જોઇને શ્રી સંઘે રાજેશભાઈને જૈનશાળાની પ્રગતિ માટેનું કામ સોંપેલ છે. તેમાં તેમણે જૈન શાળામાં આવતા બાળકોની સંખ્યામાં સતત વધારો કરીને ઘણી સફળતા મેળવી છે.

Back to Top