Women Association report

Feedback On This Page View Page Feedback

  મહિલા મંડળનો અહેવાલ

       જૈન ધર્મની યાદી કરનારા એવા આદિનાથ જિનેશ્વરને યાદ કરીને કે જે આ ચોવિસીના પ્રથમ તીર્થંકર પ્રભુ શ્રી ઋષભદેવ ભગવાનને યાદ કરીને શ્રી ગોપાલ સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ. શ્રી ચંદ્રિકાબાઈ મ.સ. અને બા.બ્ર.પ.પૂ. શ્રી નીષ્ઠાબાઈ મ.સ. ના પ્રથમ પગલા રાજવી કોમ્પલેક્ષમાં શ્રી નલીનભાઈ જસાણીને ત્યાં થયા. આ પાવન પગલાએ શ્રીમતી તરુબેન જસાણીને એક સુંદર વિચાર આવ્યો કે સતીજીના સાનિધ્યમાં એક મહિલા મંડળની સ્થાપના કરીએ. ધર્મપ્રેમી અને ઉદાર દિલના શ્રીમતી તરુબેને તેમના જ મકાનમાં એક નાનું બીજ રોપ્યું. બીજ રોપાતા તેમાં બહેનો ધાર્મિક પ્રવૃતિથી આકર્ષાઈ એક સુંદર સંગઠન ભેગું કરી આ મંડળને ઝળહળતું રાખ્યું. શ્રીમતી તરુબેનને સાથ આપ્યો શ્રીમતી હંસાબેન ગાંધી, શ્રીમતી ગીતાબેન ભાવસાર, શ્રીમતી રમીલાબેન શાહે સાથે બીજી અન્ય બહેનોનો સાથ તો ખરો જ અને મંડળનું નામ આપ્યું. “શ્રી ઋષભ મહિલા મંડળ” ઈ.સ. ૧૯૯૦માં મંડળની સ્થાપના થઇ. જેનું સુકાન શ્રીમતી તરૂબેન ૧૯૯૬ સુધી નિભાવ્યું. જયારે ચિન્મય ટાવરમાં ઉપાશ્રયનું મકાન મળતા હવે મંડળ દર ગુરુવારે બપોરે ૩ થી ૪ વાગ્યા દરમિયાન મળવા લાગ્યું. ચાતુર્માસ તેમજ શેષ કાળમાં સંત-સતીજીઓના પુનિત પગલા થતા મંડળને ધાર્મિક જ્ઞાન મળતા – ધાર્મિક પ્રવૃતિમાં આગળ ધપાવ્યું. સન ૧૯૯૬માં શ્રીમતી તરુબેને મંડળનો ભાર દિપીકાબેન એસ. શાહને સોપી હળવા ફૂલ બની ગયા.

       મંડળમાં સંખ્યા વધતા વધતા આજે ૧૦૫ની સંખ્યા છે. સંખ્યા વધારવી હોય તો વધારી શકાય પણ જો કોઈ બહેન કોઈ કારણથી મંડળમાંથી નીકળી જાય તો તેની જગ્યામાં નવાને લેવા અને તે પણ ધાર્મિક પ્રવૃતિમાં રસ લેવામાં જાગૃત હોય. સંખ્યાને મહત્વ ન આપતાં મંડળની પ્રવત્તિમાં ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.

    શ્રી ઋષભ મહિલા મંડળે પણ ધીમે ધીમે ડગ માંડતા અમદાવાદના ૩૫ થી ૪૦ ઉપાશ્રયોમાં તેનું નામ ગુંજતું કરી દીધું છે. ધાર્મિક સ્પર્ધા હોય – ધાર્મિક અંતાક્ષરી હોય કે ધાર્મિક ક્વિઝ હોય – પહેલો નહીતો બીજો – નહી તો ત્રીજો નંબર તો હોય જ. જે શ્રી સંઘ માટે ગર્વની વાત છે. આ કાર્યોમાં શ્રીમતી સુર્યાબેન ડી. શાહ પણ મહત્વનો ફાળો આપે છે.

    દર વર્ષે ચાતુર્માસમાં અને શેષકાળમાં આવતા સાધુ-સંતોની પ્રેરણાથી જ મંડળની પ્રવૃત્તિ થતી હોય છે તેઓ બહેનોને ધાર્મિક શિક્ષણ આપી પ્રોત્સાહિત કરતાં હોય છે.

Back to Top