Upshray Donors

Feedback On This Page View Page Feedback

  ઉપાશ્રય ના મુખ્ય દાતાશ્રી

  શ્રી જશવંતલાલ ગીરધરલાલ શાહ


ટુવાવાળા પરીવાર નુ સામાજ ને યોગદાન

સ્વ​. ગીરધરલાલ શાહ   સ્વ​. ચંપાબેન શાહ   સ્વ​. ઇન્દુમતીબેન શાહ

       માતુશ્રી ચંપાબેન તથા પિતાશ્રી ગીરધરલાલ અમુલખ શાહ ટુવાવાળાના પુત્ર શ્રી જશવંતલાલ નો જન્મ તા.૨૪.૧૧.૧૯૩૩ ના બોટાદ મુકામે થયેલ. મુંબઈ યુનિવર્સીટીમાંથી તેઓ બી.એ., એલ.એલ.બી., ડી.બી.એમ. (બીઝનેઝ મેનેજમેન્ટ), એફ.આઈ.સી.એસ. (ચાર્ટર્ડ કંપની સેક્રેટરી) વિગેરેમાં સ્નાતક થયેલ છે. તેમના લગ્ન શેઠ શ્રી લક્ષ્મીચંદભાઈ ઝવેરચંદભાઈ સંઘવી – લીંબડીના વાતની હાલ અમદાવાદના રહીશની સુપુત્રી ઈન્દુમતીબહેન સાથે થયેલ અને તેમના પુનીત પગલે શ્રી જશવંતભાઈ ની ખુબજ ઝડપથી પ્રગતિ થયેલ.

       જીવનની શરૂઆત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓ જેવીકે મેં. બાટલીબોય, જર્મનરેમેડીઝ, વોર્નર હિન્દુસ્તાન લીમીટેડ, મેં. એન્ડ બેકર (ઇન્ડિયા) લી., મેં. રહોન પોલીન્ક (ઇન્ડિયા) લી. વિગેરે કંપનીઓના એક્ઝીક્યુટીવ તેમજ કંપની સેક્રેટરી તરીકે વરસો સુધી સેવા આપી. તે દરમ્યાન પિતાશ્રી ગીરધરભાઈ નું અવસાન થતા, કુટુંબની જરૂરિયાત લક્ષ્યમાં રાખી, મુંબઈ સ્ટોક એક્ષ્ચેન્જ ના કાર્ડ હોલ્ડર હોવાથી પિતાના વ્યવસાયમાં પૂર્ણ પણે જોડાયા. આ પ્રવૃત્તિ સાથે બી.એસ.ઈ. માં આર્બીટ્રેશન કમિટીમાં, ગવર્નીંગ બોર્ડમાં તેમજ ઉપપ્રમુખ તરીકે સેવા આપી. ઉપરાંત ઓલ ઇન્ડિયા મેન્યુ. એસોશિએશન, મિલ ઓનર્સ એસોશિએશન, ઇન્ડિયન મર્ચન્ટસ ચેમ્બર્સ, ફાર્માસ્યુટિકલ પ્રોડ્યુશર અસોશીયેશન ઓફ ઇન્ડિયા ઝાલાવાડી પ્રોફેશનલ ફોરમ વિગેરેમાં માનદ સેવા આપેલ છે. આ ઉપરાંત બકુલ એરોમેટીક્સ અને અનુહ ફાર્માસ્યુટિકલ ના ડીરેક્ટર તરીકે તથા ઘણા જૈન ઉપાશ્રયના આજીવન ટ્રસ્ટી છે.

     ઉચ્ચ અભ્યાસ લીધેલ તેમના સુપુત્રો શ્રી શ્રેણીકભાઈ (ધર્મપત્ની રૂપાબેન), શ્રી સિદ્ધાર્થભાઈ (ધર્મપત્ની બીનાબેન), શ્રી વિક્રમભાઈ (ધર્મપત્ની વંદનાબેન) અને સુપુત્રી શ્રીમતી જયશ્રીબેન સુધીરભાઈ તલસાણીયા પણ પિતાશ્રીના પગલે ચાલી રહ્યા છે.

     શ્રી જશવંતભાઈએ તેમના ધર્મપત્નિના સહકારથી અને માતા – પિતાના આશીર્વાદથી તેમજ ગુરુણીમૈયા પૂજ્ય સુયશાબાઈ મ.સ.ની પ્રેરણાથી ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન વિગેરે રાજ્યોમાં ૨૦ થી વધારે ઉપાશ્રય, સ્કુલ તથા હોસ્પિટલ માં માતબર રકમનું દાન આપી પચીસેક નામાંકિત સંસ્થાઓમાં તેમનું તથા તેમના પરિવારજનોનું મુખ્ય નામ જોડીને નીચે મુજબની સંસ્થામાં યોગદાન આપેલ છે.

     શ્રી ગીરધરલાલ અમુલખ શાહ ટુવાવાળા – યોગીનગર – મુંબઈ, ચચાણા, ગુજરવદી, ઇગતપુરી, સર્વોદય – સુરેન્દ્રનગર, ડોમ્બીવલી ખાતે ધર્મસ્થાનક તથા ટુવા ખાતે શૈક્ષણિક સંસ્થા.

     શ્રીમતી ચંપાબેન ગીરધરલાલ શાહ ટુવાવાળા – બોરણા, મુલુંડ-મુંબઈ, મોરથળા, પાટડી, વડોદરા, વિઠ્ઠલાપરા, જૂનાગઢ - ખાતે ધર્મસ્થાનક.

     શ્રી જશવંતલાલ ગીરધરલાલ શાહ ટુવાવાળા – દહાણુંકરવાડી – મુંબઈ, મેમનગર તથા વાસણા – અમદાવાદ – ખાતે ધર્મસ્થાનક, જોરાવરનગર ખાતે શૈક્ષણિક સંસ્થા તથા આઈ ફાઉન્ડેશન અમદાવાદ અંધજન મંડળ.

     શ્રીમતી ઈન્દુમતી જશવંતલાલ ગીરધરલાલ ટુવાવાળા – થાનગઢ, દહીંસર-મુંબઈ, મહાવીરનગર-મુંબઈ, નાસિક, ખાતે ધર્મસ્થાનક, ઉદયપુર ખાતે પોલીયો હોસ્પિટલ તથા થાનગઢ ખાતે સાર્વજનિક હોસ્પિટલ.

     શ્રી જશવંતભાઈ મેમનગર સંઘના મુખ્ય દાતા તથા આજીવન ટ્રસ્ટી છે. દર વરસે – વરસમાં બે-ત્રણ વખત ઉપાશ્રયની મુલાકાત લે છે. ટ્રસ્ટીગણ તથા કારોબારી સભ્યો સાથે મીટીંગ કરી સંઘની પ્રવૃત્તિને વેગ આપવાનો અભિગમ રાખે છે. આ સિવાય નવી સંસ્થાના ઉદઘાટન પ્રસંગે દરેક સંઘના હોદ્દેદારોને સાથે રાખી જુદી-જુદી સંસ્થાના રીત-રીવાજ તથા મહેમાનોની સરભરા પ્રસંગને અનુરૂપ કાર્યક્રમો તથા સમગ્ર કાર્યક્રમને તેમના દીકરા-દીકરી-પુત્રવધુ-જમાઈ પોતાની કાર્ય શૈલીથી જીવંત રાખે છે. તેમની પ્લેટીનમ જ્યુબીલી વખતે (૭૫ વર્ષની ખુશાલીમાં) તેમના પરિવાર તરફથી તેમની દરેક સંસ્થાને રૂ. ૭૫૦૦૦/- નું યોગદાન અર્પણ કરેલ અને દરેક સંસ્થાઓએ સાથે મળીને આ નિમિત્તે તેમની સારી તંદુરસ્તી, ભૌતિક રીતે સુખી, ધાર્મિક રીતે કર્મ નિર્જરા થાય તેવા શુભ આશિષ સાથે ૭૫ જીવોને છોડાવેલ. આ પ્રસંગ તેઓએ મહાબળેશ્વર ખાતે લગભગ ૩૦૦ વ્યક્તિની હાજરીમાં ઉજવેલ તે જ રીતે તેમની ૮૦ મી વર્ષગાંઠ નિમિતે પણ તેમણે તેમની સંલગ્ન દરેક સંસ્થાને રૂ.૮૦૦૦૦/- નું દાન અર્પણ કરેલ છે.પરંતુ આપણા સંઘ ને રૂ. ૨૦૦૦૦ ઉમેરીને રૂ. ૧ લાખ નું દાન આપેલ​.


Back to Top