Activities

Feedback On This Page View Page Feedback

                 શ્રી સંઘની પ્રવૃત્તિઓ

 

      ખૂબ જ ટુંક સમયમાં અમદાવાદ જેવા મહાનગરમાં ૩૫ સ્થાનકવાસી જૈન સંઘોમાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરનાર શ્રી મેમનગર સ્થાનકવાસી જૈન સંઘની સરાહનીય​ પ્રવૃત્તિઓની એક ઝલક...

 

      શ્રી સંઘ તેના સભ્યોના લાભાર્થે / ઉત્કર્ષાથે ઉત્તરોત્તર એક પછી એક ધાર્મિક / સામાજીક પ્રવૃત્તિઓ વધારતા જવાની સતત કોશીષમાં છે તે પૈકી

 
   

(૧) સ્વ. મધુબેન ભીખાલાલ શેઠ (શીયાણીવાળા) – ચૈત્રી આયંબિલ ઓળી ખાતું : સ્વ. મધુબેન ભીખાલાલ રાયચંદ શેઠ ચૈત્ર માસની આયંબિલ ઓળીમાં દરવર્ષે સરેરાશ ૧૦૦ થી ૧૨૫ તપસ્વીઓ શ્રી સંઘના રસોડે ઓળીની તપસ્યાનો લાભ લે છે. દરેક તપસ્વીઓ શાતા પામે તે રીતે રોજેરોજ બદલાતા મેનુ સાથે સુંદર આયોજન કરવામાં આવે છે. મહિલામંડળ તેમજ યુવકમંડળના સ્વયં સેવકો શ્રી સંઘની રાહબરી હેઠળ નિ:સ્વાર્થે સેવા આપે છે તેમજ ઉત્સાહપૂર્વક દરેક તપસ્વીને ઓળીના પારણા કરાવી અનુમોદતા પણ આપવામાં આવે છે.


હ. ભીખુભાઈ આર. શેઠ
 
   

(૨) શ્રી ચંપક ગુરુકૃપા ટ્રસ્ટ – આસો આયંબિલ ઓળી ખાતું : શ્રી ચંપક ગુરૂકૃપા ટ્રસ્ટ આસોમાસની આયંબિલ ઓળી વખતે નવરાત્રીનો માહોલ, નિવેધ, બહેનોને દિવાળીનાં કામ હોવા છતાં પણ સરેરાશ ૩૫-૪૦ તપસ્વીઓ સળંગ ઓળી કરી પોતાના કર્મ ખપાવવાનો લાભ લે છે. શ્રી સંઘ તરફથી દરેક તપસ્વીને પારણા કરાવી અનુમોદનાનો લાભ આપવામાં આવે છે.


હ. જયંતીભાઈ સી. પટેલ
 
   

(૩) શ્રી નરેન્દ્રભાઈ જેચંદભાઈ શાહ માનવ રાહત ખાતું : શ્રી મહેન્દ્રભાઈ જેચંદભાઈ શાહ માનવરાહત ખાતા અંતર્ગત લાભ લેનાર શ્રી સંઘના સભ્યોને વર્ષમાં બે થી ત્રણ વખત ખૂબ જ ગોપનીય રીતે કોઈપણ લાભાર્થીને શરમ-સંકોચ ન થાય તેમ અનાજ – તેલ – ખાંડ – ચા વગેરેની વહેચણી કરવામાં આવે છે. દિવાળીમાં મિઠાઈ કે સૂકોમેવો તેમજ શિયાળામાં બ્લેન્કેટની વહેંચણી પણ કરવામાં આવે છે. હાલ લગભગ ૨૨ સભ્યો લાભ લઈ રહ્યા છે.


હ. જયંતીભાઈ જે. શાહ
 
   

(૪) ધર્મજાગરણ સંસ્કાર કેન્દ્ર – કાયમી જૈનશાળા ખાતું : શ્રી સંઘના સભ્યોના બાળકો ધાર્મિક શિક્ષણ સાથે સુસંસ્કાર પામે તે હેતુસર શ્રી સંઘે શ્રી ધર્મ જાગરણ સંસ્કાર કેન્દ્રની સ્થાપના કરેલ છે. જે અંતર્ગત વર્ષ દરમ્યાન શનિ તેમજ રવિવારે અને વેકેશનમાં દરરોજ સરેરાશ ચાલીસેક બાળકોના જીવનનું ઘડતર કરવાનો સઘન પ્રયાસ થઇ રહ્યો છે. બાળકો તેમજ વાલીઓની સુવિધા માટે શ્રી સંઘે બાળકોને ઘરેથી લેવા/મુકવા માટે બે “વાન” ની સગવડ પણ કરેલ છે. તેમજ કાયમ બાળકોને પસંદ પડે તેવી વિવિધ પ્રભાવના પણ થાય છે. તદઉપરાંત પર્યુષણ દરમ્યાન બાળકો દ્વારા અદભુત મેળાવડો પણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન એક પિકનિકનું આયોજન પણ કરવામાં આવે છે.

 
   

(૫) પૂ. માતૃશ્રી મોતીબેન રાયચંદ શેઠ તબીબી રાહત ખાતું : સ્વ. મોતીબેન રાયચંદ શેઠ તબીબી રાહત ખાતા અંતર્ગત સંઘના સભ્યોને આવકની કોઈપણ મર્યાદા વગર રૂ. બે લાખમાં મેડીકલેઇમનાં વિમાનું કવચ પુરૂ પાડવામાં આવે છે, જેનો હાલમાં ૧૦-૧૨ સભ્યો લાભ લઇ રહ્યા છે. તદઉપરાંત સભ્યોને નિયત દવાની દુકાનો પરથી ડીસ્કાઉન્ટ સાથે દવાઓ મળી રહે તેવું આયોજન પણ કરેલ છે. જે પૈકી આંશિક ડીસ્કાઉન્ટ સંઘ તરફથી આપવામાં આવે છે. તેમજ હાલમાં સભ્યદીઠ રૂ. ૧૦,૦૦૦/- સુધીની તબીબી સહાય સભ્યની આવકને ધ્યાનમાં લીધા વગર આપવામાં આવે છે.


હ. ભીખુભાઈ આર. શેઠ
 
   

(૬) શ્રીમતી મધુકાંતા પ્રવિણચંદ્ર શાહ (લોખંડવાળા) કેળવણી ફંડ ખાતું : શ્રીમતી મધુકાન્તાબેન પ્રવિણચંદ્ર શાહ લોખંડવાળા કેળવણી ખાતા અંતર્ગત ધો. ૧ થી ૧૦ માં ભણતા શ્રી સંઘના સભ્યોના બાળકોના સ્કુલ ફી/ ટ્યુશન ફી/ પુસ્તકો/ સ્કુલબેગ/ યુનીફોર્મ વગેરે શૈક્ષણિક ખર્ચાઓને પહોંચી વળવા માટે સહાય આપવાનું આયોજન ઈ.સ. ૨૦૧૪ થી કરવામાં આવેલ છે, જેના માટે પણ આવકની કોઇપણ મર્યાદા રાખવામાં આવી નથી.


શ્રીમતી મધુકાંતાબેન પી.  શાહ
 
   

(૭) સ્વ. શાંતાબેન મણીલાલ શીવલાલ અજમેરા વૈયાવચ્ચ ખાતું : શાંતાબેન અજમેરા વૈયાવચ્ચ ખાતા અંતર્ગત શ્રી સંઘના ઉપાશ્રયે પધારેલ સાધુ – સધ્વીજીઓની બિનસાંપ્રદાયીક પણે સુંદર સેવા કરવામાં આવે છે. ઉપાશ્રયની નજીકમાં અમદાવાદની બે મોટી હોસ્પીટલો હોવાથી શ્રી સંઘને વૈયાવચ્ચનો ખૂબ જ સારો લાભ મળી રહ્યો છે.

 
   

(૮) સ્વ. સુભદ્રાબેન વાડીલાલ મોહનલાલ શાહ – પ્રાર્થના પ્રભાવના ફંડ ખાતું : દરરોજ સૂર્યોદયે પ્રાર્થના કરવામાં આવે છે અને પ્રાર્થનામાં ઉપસ્થીત રહેનારને શ્રી વાડીલાલ મોહનલાલ શાહ (બોટાદ​વાળા) ના કાયમી ફંડમાથી પ્રભાવના રૂ. ૧ /- તથા શ્રી નલીનભાઈ જસાણી તરફથી પ્રભાવના રૂ.૧ /- તથા ઘણા સમયથી પૂજ્ય માતુશ્રી લીલાબેન જ્યંતિલાલ નાગરદાસ શાહના સ્મરણાર્થે હ​: શ્રી હેમંતભાઈ ના તરફથી પ્રભાવના રૂ. ૨ /- ,પ્ર​વિણભાઈ કસ્તુરચંદ શાહ - લોખંડ​વાલા હ​: પૌત્રો તથા પૌત્રીઓ ના તરફથી પ્રભાવના રૂ. ૧ /-,સ્વ​. પુષ્પાબેન શાહના સ્મરણાર્થે હ​: શ્રી ન્યાલચંદ ચત્રભુજ શાહ પરિવાર ના તરફથી પ્રભાવના રૂ. ૧ /- એમ કુલ પ્રભાવના રૂ. ૬ /- કર​વામા આવે છે.


સ્વ. શ્રી વાડીલાલ એમ. શાહ
 
   

(૯) જીવદયા : શ્રી સંઘ તરફથી ગુજરાત તેમજ ગુજરાત બહારની કુલ લગભગ ૧૩૦ જેટલી પાંજરાપોળોને ઘાસચારા વગેરે માટે નિયમિત પણે દરવર્ષે ફાળો મોકલવામાં આવે છે. જેની કુલ રકમ રૂ. ત્રણ લાખની આસપાસ પ્રતિવર્ષ થવા પામે છે. ઈ.સ. ૨૦૧૨ માં બોટાદ, ગઢડા તેમજ ધંધુકામાં ઘાસચારાની તીવ્ર અછત હોવાથી રૂ. ત્રણ લાખનો વધારાનો ફાળો એકત્રિત કરી મોકલેલ હતો.

 
   

(૧૦) સંઘશેષ : પર્યુષણ પહેલા સંઘના દરેક સભ્યને સંઘશેષનો લાભ મળી રહે તેવું આયોજન દરવર્ષે નિયમિતપણે કરવામાં આવે છે.

 
   

     જીવદયા તેમજ સંઘશેષ શિવાયની ઉપરોક્ત દરેક પ્રવૃત્તિ માટે શ્રીસંઘે Corpus ફંડ ઉભું કરેલ છે, જેના વ્યાજમાંથી દરેક પ્રવૃત્તિનું આયોજન કરી રહેલ છે. જરૂર પડ્યે અવાર-નવાર ખૂટતી રકમનો ફાળો એકત્રિત કરવામાં આવે છે. Corpus ફંડમાં હજુ પણ દાતાઓની આવશ્યકતા છે. તો તે માટે શ્રી સંઘની ઓફિસે સંપર્ક કરવા વિનંતી છે.

 


 

Back to Top

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો