View in :
|
|
|
શ્રી મેમનગર સ્થા. જૈન સંઘના ઉપાશ્રયે સામુહિક વરસીતપના પારણા સાથે ત્રિવેણી મહોત્સવ વૈશાખ સુદ – ૩
|
27-04-2009
|
|
શ્રી મેમનગર સ્થા. જૈન સંઘના ઉપાશ્રયે અજરામર સંપ્રદાયના ગાદીપતી પૂ. લાભચંદ્રજી સ્વામીના નીશ્રાવર્તી પૂ. ગુરુદેવશ્રી ભાવચંદ્રજી સ્વામી, પૂ. શ્રી વિમલચંદ્રજી સ્વામી, પૂ. નિરંજનચંદ્રજી સ્વામી આદી ઠા.૭ તથા સતીરત્નો પ.પૂ. વંદનાજી, પ.પૂ. વર્ષાકુમાંરીજી તથા પ.પૂ. તરલાકુમાંરીજી આદી સતીરત્નોની નિશ્રામાં અમદાવાદ તથા સુરેન્દ્રનગર જીલ્લાના મળી કુલ ૨૩ વર્ષીતપના તપસ્વીના સમૂહ પારણા સાથે ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમ તારીખ ૨૫, ૨૬ અને ૨૭ એપ્રિલ ૨૦૦૯ વૈશાખ સુદ ૧,૨,૩ ના દિવસે રાખવામાં આવેલ. આ સમારોહમાં સંપ્રદાય પ્રમુખ શ્રી ભરતકુમાર શેઠ, આજીવન ટ્રસ્ટી શ્રી જસવંતભાઈ ટુવાવાળા, સમૂહ પારણા ના દાતા – રમેશભાઈ મુલચંદભાઈ શાહ વિરમગામવાળા તથા શ્રી નીલેશભાઈ પાટડીવાળા હાજર રહેલ. આ કાર્યક્રમની સુંદર નિમંત્રણ પત્રિકા કે જેમાં ૨૩ વર્ષીતપના ફોટા સાથેની કલાત્મક પત્રિકા દ્વારા સર્વેને આમંત્રણ આપવામાં આવેલ. આ નિમંત્રણ પત્રિકાના દાતાનો લાભ શ્રીમતી નલીનીબેન રસિકલાલ પરીખે લીધેલ. આ ઉપરાંત સામુહિક સાંજી ઉપાશ્રયમાં રાખવામાં આવેલ જેનો લાભ સંઘના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નગીનદાસ શેઠ તથા ઉપપ્રમુખ શ્રી પી.આર.શાહે સંયુક્ત રીતે લીધેલ. દરેક તપસ્વીને સુંદર અનુમોદના આપવામાં આવેલ. જેનો લાભ નીચેના દાતાઓએ લીધેલ. (૧) શ્રી દિલીપકુમાર ચંદુલાલ પરીખ – સાંતાક્રુઝ, મુંબઈ. (૨) શ્રી જશવંતભાઈ ટુવાવાળા (૩) શ્રી ભવાનજીભાઈ સાવલા – ભોચરાવાળા (૪) લક્ષ્મીબેન સાવલા – ઘાટકોપર (૫) પ્રવીણભાઈ લોખંડવાળા (૬) ભરતકુમાર શાંતિલાલ શેઠ તથા (૭) શ્રી જયકરભાઈ દોશી સરાવાળા.
આ સિવાયના બે કાર્યક્રમમાં વર્તમાન વિહરમાન પ્રભુ સીમંધર સ્વામી આદી વીસ તીર્થંકર પ્રભુના જન્મ કલ્યાણકનો તારીખ ૧૯-૪-૨૦૦૯ રવિવારે અરીહંત વંદનાવલી સાથે વિશેષ ધર્મારાધના રાખેલ તેમજ વૈશાખ સુદ-૧૦ તા.૩-૫-૨૦૦૯ રવિવારે ભગવાન મહાવીર સ્વામીના કેવલજ્ઞાન કલ્યાણક નિમિત્તે પ્રભુભક્તિ તથા સમૂહ સામાયિક નું આયોજન કરેલ.
ગુરુદેવ પૂજ્ય ભાવચંદ્રજી મ.સા. એ વ્યાખ્યાનમાં જણાવેલ. આપણા સર્વેના અનંતા જન્મો – મનોહર દ્રશ્ય વગરના ડાઈનીંગ ટેબલ વગરના, મોજશોખ વગરના ગયા – પરંતુ ભોજન વગરનો એક પણ ભવ નથી ગયો. મનુષ્યોએ આ જીભ પર અસંખ્ય ઘીના ડબ્બા ઠાલવ્યા તોય જીભ ચીકણી ન થઇ, આજ જીભ આપણને ચીકણામાં ચીકણા કર્મ બંધાવે છે, આવા ચીકણા નિકાચિત કર્મનો ભુક્કો કરવાની તાકાત માત્ર તપ માં જ છે. આ ૨૩ વર્ષીતપ ના તપસ્વીને અનુમોદવ – પારણા કરાવી આપ પણ હળવું કર્મી બની શકો છો. શ્રી મેમનગર સંઘે બી.ડી.રાવ હોલમાં સામુહિક વર્ષીતપ ના પારણાનું કરેલ સુંદર આયોજન થી પૂજ્ય ગુરુદેવને ખુબ સંતોષ થયેલ અને સંપ્રદાયના પ્રવક્તા શ્રી ભરતભાઈ ડેલીવાળાએ શ્રી મેમનગર સંઘનો આભાર વ્યક્ત કરેલ.
આમ એક સુંદર ત્રિવેણી મહોત્સવનો કાર્યક્રમ ચતુર્વીદ સંઘની હાજરીમાં પૂર્ણ થયેલ.
|
Total Photos : 0
|
|
|
|
|