Event

Feedback On This Page View Page Feedback
View in :
સીનીયર સીટીઝનનુ બહુમાન 11-03-2012  

શ્રી મેમનગર સ્થા. જૈન સંઘના વરિષ્ઠ સદસ્યોનો સન્માન સમારોહ શ્રી મેમનગર સ્થા. જૈન સંઘની ૧૨મી વર્ષગાંઠ નિમિત્તે, લીંબડી અજરામર સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ. નયનાબાઈ મ.સ. આડી ઠા.૮ તથા લીંબડી ગોપાલ સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ. રંજનબાઈ મ.સ. આડી ઠા.૭ ની નિશ્રામાં, સંઘના વરિષ્ઠ સદસ્યો કે જેઓએ ૭૫ કે તેથી વધુ વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓ માટે સન્માન સમારોહ તા.૧૧-૩-૨૦૧૨ રવિવારે સર્વમંગલ હોલમાં રાખેલ, કુલ ૮૯ સભ્યોનું બહુમાન કરેલ જેમાં ૯૬ વરસની ઉંમરના શ્રી ન્યાલચંદ મંત્રભુજ શાહ ૯૪ વરસની ઉંમરના શ્રી જયંતીલાલ લહેરચંદ ડગલી જયારે હોલ ઉપર હાજર નહી રહેલ તેવા ૧૦૩ વરસની ઉંમરના શ્રી લક્ષ્મીચંદભાઈ ભગવાનજી જસાણીનું શ્રી નલીનભાઈ જસાણીના ઘરે જઈ બહુમાન કરેલ – આવી મોટી ઉંમરના સભ્યોનું બહુમાન કરતા સર્વમંગલ હોલમાં હાજર રહેલ સભ્યોએ હર્ષનાદ થી અભિવાદન કરેલ. આ ઉપરાંત સંઘમાં સારી સેવા આપનાર શ્રી રમણીકભાઈ દોશીનું બહુમાન સંઘના પૂજ્ય શ્રી મહેન્દ્રભાઈ શેઠ તથા ઉપપ્રમુખ શ્રી પી.આર.શાહે કરેલ. આ પ્રસંઘે શ્રી સૌરાષ્ટ્ર સંઘના પ્રમુખ શ્રી દીપકભાઈ શેઠ ઝાલાવાડ દશા શ્રીમાળી જ્ઞાતિના પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ તલસાણીયા ઝાલાવાડ વીશા શ્રીમાળી સમાજના પ્રમુખ શ્રી ઉમેશભાઈ દોશી, કાઠીયાવાડી સમાજના ઉપપ્રમુખ શ્રી શાંતિભાઈ ગાંધી, નારણપુરા સંઘના મંત્રી શ્રી જયંતીભાઈ સંઘવી તેમજ વાસણા સંઘના પ્રમુખ શ્રી વસંતભાઈ શાહ હાજર રહેલ. મુ.શ્રી. જયંતીભાઈ સંઘવી તથા શ્રી ઉમેશભાઈ દોશીએ પ્રાસંગિક પ્રવચન કરી દરેક વરિષ્ઠ સદસ્યોને સુભેચ્છા પાઠવેલ. કાર્યક્રમ બાદ આઈસ્ક્રીમની પ્રભાવના શ્રીમતી મધુબેન પ્રવિણચંદ્ર શાહ લોખંડવાળા ની ૭૪મા જન્મ દિવસની ખુશાલી નિમિત્તે રાખવામાં આવેલ. પૂજ્ય મહાસતીજીએ મંગલામરણ કરેલ અને ભૂમીબેનના સ્વાગત ગીતથી કાર્યક્રમ શરુ કરવામાં આવેલ. અંતમાં સંઘના મંત્રી શ્રી રસિકભાઈ પરીખે હાજર રહેલ દરેક વરિષ્ઠ સદસ્યોનો આભાર માનેલ તેમજ પ્રસંગની શોભા વધારવા આવેલ મહાનુભાવોનો આભાર માનેલ.  

Total Photos : 0
 

Back to Top

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો