ગોંડલ સંપ્રદાયના આગમદિવાકર પ.પૂ. જનકમૂનિ મહારાજ સાહેબ તથા પ.પૂ. મનોહરમૂની મહારાજ સાહેબના સાનિધ્યમાં જેની બે મહિનાથી તડામાર તૈયારીઓ સાથે રાહ જોતા હતા તે દશાબ્દી મહોત્સવ એટલે કે તા.૧૮/૦૪/૨૦૧૦ના રવિવારનું સોનેરી પ્રભાત મંગલમય વાતાવરણમાં પંખીઓના ગણ તથા શ્રાવકોની સ્તુતિ-પ્રાર્થના સાથે ઊગ્યું અને ભાગ્યશાળી શ્રાવકોને અ.સૌ. ચંદ્રિકાબેન શાહ તરફથી ચાંદીના ૧૦ સિક્કા ડ્રો માં આપવામાં આવ્યા.
પૂ. ગુરુદેવ ‘પુણ્ય કમાવાનો માર્ગ’ ઉપર વ્યાખ્યાનનો અસ્ખલિત પ્રવાહ વહેવડાવીને શ્રાવકોને તરબોળ કર્યા જેમાં ખાસ કરીને ઉપાશ્રય માટે આપેલ દાનનો મહિમા સમજાવતા જણાવ્યું કે આ દાનથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે જે ફક્ત આ ભવ જ નહીં પણ ભવોભવ ઉપયોગી થાય છે. આવી વીરવાણીનો લાભ સંઘના સભ્યો ઉપરાંત મુંબઈથી પધારેલ ઉપાશ્રયના મુખ્યદાતાશ્રી જસવંતલાલ ગીરધરલાલ શાહ ટુવાવાળા તથા દાતાઓના સેતુ-સમ શ્રી મહેન્દ્રભાઈ નરોત્તમદાસ ગાંધી સાનંદવાળા અને ધર્મપ્રેમી શ્રી દિનેશભાઈ બાટવીયા તથા અમદાવાદ શહેરના વિવિધ સંઘોના પદાધિકારીઓએ લીધેલ. મુ. શ્રી જશવંતભાઈ ટુવાવાળા, શ્રી મહેન્દ્રભાઈ ગાંધી, શ્રી કમલભાઈ મહેતા – મંત્રી શાહીબાગ સંઘ તથા શ્રી વસંતભાઈ શાહ – પ્રમુખ વાસણા સંઘ વગેરેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં શ્રી સંઘના કાર્યોને બિરદાવતા જણાવ્યું હતું કે આ સંઘમાં દાતાઓના દાનનો પારદર્શક તથા કરકસરયુક્ત સુંદર વહીવટ થાય છે તેનો આનંદ વ્યક્ત કરી પ્રમુખ / મંત્રી તથા કારોબારી સભ્યોની મહેનતને આવકારી સંઘની પ્રગતિ પ્રત્યે સંતોષ વ્યક્ત કરેલ. આ પ્રસંગે ખાસ મુંબઈ – મુલુંડથી પધારેલ હિનાબેને તથા સંઘના શ્રાવિકા અનીલાબેન તથા ભુમીબેને સ્વાગત ગીતથી સૌનું અભિવાદન કરેલ. શ્રી જયંતીલાલ જેચંદભાઈ શાહ તરફથી આઈસ્ક્રીમની પ્રભાવના લઇ સૌએ બી.ડી. રાવ હોલ તરફ સ્વામીવાત્સલ્યનો લાભ લેવા પ્રયાણ કરેલ. સાધર્મિક-ભક્તિના મુખ્યદાતાશ્રી જસુભાઇ ટુવાવાળાની સાથે બીજા સત્તર દાતાઓએ પણ સહાયક્દાતાશ્રી તરીકે લાભ લીધેલ. આવી ગરમીમાં ખુબજ સવલત પૂર્વક સંઘના સભ્યો તથા આમંત્રિતો મળીને કુલ ૨૧૦૦ વ્યક્તિઓએ જમણવારનો સ્વાદ માણેલ. જેનું શ્રેય શ્રી સંઘની કારોબારી, કાર્યકર્તાઓ, મહિલા મંડળની બહેનો તથા યુવક મંડળના સભ્યો તથા ખાસ કરીને રસોડાનું સુંદર આયોજન કરવા બદલ શ્રી નરેન્દ્રભાઈ કામદાર તથા શ્રી પ્રવીણભાઈ આર. શાહને જાય છે સ્વામીવાત્સલ્ય વખતે આપેલ સેવા બદલ શ્રી સંઘ શ્રી તરુણભાઈ શાહ, શ્રી ભુપેન્દ્રભાઈ દોશી, શ્રી રમેશભાઈ શાહ, શ્રી સુશીલભાઈ શાહ, શ્રી રમણીકભાઈ દોશી, શ્રી કુમારપાળભાઈ શાહ તથા શ્રી આશિષભાઈ શાહનો આભારી છે.જમણવાર બાદ શ્રી સંઘના ટ્રસ્ટીગણ તથા કારોબારી સમિતિના સૌજન્યથી સ્મૃતિ ચિન્હનું વિતરણ કરવામાં આવેલ. દશાબ્દી મહોત્સવના બીજા ચરણમાં શેઠ મંગળદાસ ટાઉન હોલ ખાતે એક અવિસ્મરણીય સંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેનું પ્રમુખ સ્થાન શ્રી પ્રવીણચંદ્ર કસ્તુરચંદ શાહ લોખંડવાળાએ શોભાવેલ. કાર્યક્રમની શરૂઆત ભૂમીબેન તથા અનીલાબેને રજુ કરેલ સ્વાગત ગીતથી કરવામાં આવી ‘ઉત્સવ’ સંસ્થાના શ્રીમતી સપનાબેન ઠાકર દ્વારા તૈયાર કરાવેલ સંઘની બાલિકાઓએ સુંદર મજાનું પૂજા-નૃત્ય રજુ કરેલ તથા ‘ધૂળ-વાંસુદુ’ નામક ગામડા ગામની આખા દિવસની દિન-ચર્યા ઉપરનું આકર્ષક નૃત્ય પણ સંઘના બાળકો-બાલિકાઓ દ્વારા સૌએ માણેલ. ઉપસ્થિત પ્રેક્ષક ગણે તાળીઓના ગડગડાટ અને હર્ષનાદથી બાળકોને વધાવી લીધેલ. સમારંભના પ્રમુખ, મુખ્ય મહેમાનો, અતિથી વિશેષશ્રીઓ, સોવિનિયરના સૌજન્ય દાતાશ્રી, આમંત્રણ પત્રિકાના સૌજન્ય દાતાશ્રી તથા શ્રી સંઘની સતત ૧૦ વર્ષથી સેવા કરતા સેવાભાવી કાર્યકરોને બિરદાવતા તેમનું બહુમાન હાર-શાલ તથા મોમેન્ટોથી કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રી સંઘ દ્વારા પ્રકાશિત એક સુંદર મજાના સોવિનિયરનું વિમોચન સોવિનિયરના સૌજન્ય દાતાશ્રી તથા સમારંભના પ્રમુખ અને મુખ્ય મહેમાન તથા ડાયસ પર બિરાજમાન મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ. આ દશાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી સંઘ તરફથી ‘કાયમી તબીબી રાહત યોજના’ ની શરૂઆતની જાહેરાત કરવામાં આવી, જેમાં માટે રૂ. ૫,૫૫,૫૫૫/- ની રકમ આ યોજના સાથે નામ જોડવાના માટે તથા રૂ. ૧,૫૧,૦૦૦/- પ્લેટીનમ દાતા, રૂ. ૧,૦૦,૦૦૦/- ડાયમંડ દાતા, રૂ. ૭૧,૦૦૦/- ગોલ્ડન દાતા, રૂ. ૫૧,૦૦૦/- સિલ્વર દાતા તથા રૂ. ૧૦,૦૦૦/- ના સહાયક દાતા લેવાનું નક્કી કરવામાં આવેલ. જેના પ્રતિભાવ રૂપે રૂ. ૫૧,૦૦૦/- ના બે નામ તથા રૂ. ૧૦,૦૦૦/- ના બે નામ મળેલ છે, મુખ્ય દાતા માટેના પ્રયત્નો ચાલે છે, મુખ્ય નામ મળ્યા બાદ આ યોજના શરુ કરવામાં આવશે. શ્રી સંઘનું બંધારણ ઘડાયું ત્યારથી આજ દિન સુધીની સંઘની પ્રગતિની ઝાંખી કરાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ-સ્લાઈડ શો દર્શાવવામાં આવેલ જેને અતિ સુંદર પ્રતિસાદ મળેલ. ‘દીકરી એટલે સાપનો ભારો’ એવી માન્યતાને પડકાર આપતું એક નાનું પણ મજાનું હરિન ઠાકર દિગ્દર્શિત એકાંકી – ‘જરા સમજો તો સારું’ સૌએ ખૂબજ ભાવ-વિભોરતાથી માંણી છેલ્લે શ્રી શશીકાંતભાઈ ધ્રુવ પરિવાર તરફથી રાખેલ આઈસ્ક્રીમનો લાભ લઇ સૌ છુટા પડેલ દશાબ્દી મહોત્સવ માટે ફંડ ભેગું કરવા શ્રી રસિકભાઈ પરીખ તથા શ્રી રમેશભાઈ કોઠારીએ કરેલ જહેમત તથા જાહેરાતો માટે શ્રી નરેન્દ્રભાઈ કામદાર તથા શ્રી પી.આર. શાહની પ્રસંશનીય કામગીરી બિરદાવવા પત્ર છે. સમગ્ર દશાબ્દી મહોત્સવના આયોજનને રાત-દિવસ જોયા વગર સખત પરિશ્રમ કરી સફળતા પૂર્વક પર પાડવા બદલ શ્રી મહેન્દ્રભાઈ શેઠ, શ્રી મહેન્દ્રભાઈ હેમાણી, શ્રી અશોકભાઈ વોરા તથા શ્રી રાજેશભાઈ શાહ (લોખંડવાળા) ની સેવાઓને સંઘ ખાસ ખાસ બિરદાવે છે.
|