લકી ડ્રો : શેઠ મંગળદાસ ટાઉનહોલ ખાતે તા.૨૭.૨.૨૦૦૦ ના રોજ ૫૦૦૦/-, ૧૦૦૦૦/-, તથા ૨૦૦૦/- ની સ્કીમ અંગેના લકી ડ્રોનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું. જેમાં સૌપ્રથમ વ્યાખ્યાન હોલ માટે રૂ.૧૦,૦૦૦/- ની કુલ ૧૪૨ રસીદોના નંબરોમાંથી ઉપાશ્રયના સહાયક્દાતા શ્રી વિપુલભાઈ મણીયારના હસ્તે એક લક્કી નંબર કાઢવામાં આવ્યો જેમાં ભાગ્યશાળી દાતા શ્રીમતી ઇન્દીરાબેન જયસુખભાઈ અજમેરાનું નામ નીકળેલ. ત્યારબાદ પૌશદ્શાળા માટે રૂ.૨૦૦૦/- ની કુલ ૨૨૪ રસીદોના નંબરોમાંથી સહાયક્દાતા નવનીત પ્રકાશનના માલિક શ્રી છોટુભાઈ ગળાના હસ્તે ડ્રો કરવામાં આવતા શ્રી મણીલાલ અમુલખભાઈ કોઠારી ભાગ્યશાળી બનેલ. અને બે સ્વાધ્યાય ખંડ માટે રૂ.૫૦૦૦/- ની કુલ ૨૩૬ રસીદોના નંબરમાંથી પ્રથમ ચમનલાલ મગનલાલ શાહ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા ઉપાશ્રયના સહાયક્દાતા, ચંપકગુરુકૃપા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ શાહના હસ્તે ડ્રો કરવામાં આવતા શ્રી જશીબેન હીરાલાલ શાહ – મસાલાવાળાને લાભ મળેલ અને દ્રિતીય સ્વાધ્યાયખંડ માટે સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી કનુભાઈ નગીનદાસ શાહ ના હસ્તે ડ્રો કરવામાં આવેલ જેમાં શ્રી ધીરજલાલ દેવચંદ પરીખ ભાગ્યશાળી બનેલ. ઉપરોક્ત ચારેય ભાગ્યશાળી વિજેતાઓનું સહર્ષ બહુમાન કરવામાં આવ્યું. આ પ્રસંગે રેડીયો અને ટીવી કલાકાર શ્રી જયેન્દ્રભાઈ નાયકે ખુબજ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ.
Back to Top