ઉપાશ્રય નો ઉદ્-ઘાટન સમારોહ : શ્રી મેમનગર સ્થા. જૈન સંઘનું સ્લોગન “એકજ અમારો ધ્યેય – બને અમારો ઉપાશ્રય” ની પરિતૃપ્તિ, કાર્યકરોની અથાગ મહેનત અને દાતાઓએ વરસાવેલ દાનના પ્રવાહનો ત્રિવેણી સંગમ એટલે તા.૧૨.૩.૨૦૦૦ નો ઉદઘાટનનો સોનેરી દિવસ. ઉદઘાટનનો ભવ્ય સમારોહ શ્રી બી.ડી.રાવ હોલ ખાતે ઉદઘાટન સમારોહના પ્રમુખ તથા ઉપાશ્રયના મુખ્યદાતાશ્રી / ઉદઘાટક શ્રી જશવંતલાલ ગીરધરલાલ શાહ ટુવાવાળા, આરાધના ભવનના મુખ્ય દાતા તથા ઉદઘાટક સ્વ.શ્રી વાડીલાલ મોહનલાલ શાહ બોટાદવાળા, સ્વાગત પ્રમુખ શ્રી નવનીતભાઈ.સી.પટેલ, અતિથી વિશેષ સર્વશ્રી મહેન્દ્રભાઈ એન ગાંધી, સ્વ.ચમનલાલ ઉમેદચંદ શેઠ પાટડીવાળા, ડો.તુષારભાઈ.જે.શાહ, ડો. સંજયભાઈ આર. ગાંધી તથા અન્ય મહાનુભાવો અને સંઘના સભ્યોની બહોળી હાજરીમાં ઉજવાયો. આ પ્રસંગે પધારેલ ઉપાશ્રયના મુખ્ય દાતાઓ, રૂમ-ખંડના દાતાઓ તદ્દઉપરાંત ઉપાશ્રયના બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સર્વેનું શ્રીસંઘે હાર, શાલ તથા ચાંદીના મોમેન્ટોથી બહુમાન કરેલ.
Back to Top